ડીપનેક બ્લાઉઝમાં જ્હાન્વીનો કિલર લુક

ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માં સફેદ સાડી પહેરી ઝરણા નીચે નહાતી મંદાકિનીની બોલ્ડનેસે એ જમાનામાં તહેલકો મચાવી દીધો હતો. 

તેવામાં જાહ્નવી કપૂરેની લેટેસ્ટ તસવીરો જોઇને તમને પહેલી નજરમાં વર્ષો જૂની મંદાકિનીની યાદ આવી જશે.

જ્હાન્વી કપૂરે શનિવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી. 

સફેદ સાડી પહેરીને પાણીમાં ઉતરતી 25 વર્ષની જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. 

આ સાથે ગોલ્ડન બોર્ડરવાળી આ સાડી જ્હાન્વીના સાઉથ ઈન્ડિયન લુકને ચાર ચાંદ રહી છે.

તેના ફેન્સ અને તેના મિત્રો આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. જ્હાન્વીના ફ્રેન્ડ ઓરીએ પણ આ તસવીર પર કોમેન્ટ કરી છે.

 જ્યાં ઓરીએ જ્હાન્વીના આ લુકના વખાણ કર્યા છે, ત્યારે ઘણા ફેન્સ  તેના આ અવતારથી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસની યાદ આવવાની વાત કરી રહ્યા છે.


જ્હાન્વી કપૂર ગયા વર્ષે તેની ફિલ્મ 'મિલી'ને લઈને ઘણી ચર્ચામાં હતી. આ ફિલ્મમાં જ્હાન્વીની એક્ટિંગના વખાણ થયા હતા. 


'ગુડ લક જેરી' અને 'મિલી' જેવી ફિલ્મોમાં જ્યાં સ્ક્રીન પર ઓછા ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. તો બીજી તરફ જ્હાન્વી તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ હોટ લુકમાં જોવા મળી છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો