આ ફેમસ એક્ટ્રેસને મંદિરમાં 'નો એન્ટ્રી'
સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ અમાલા પોલને એક મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી.
એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે તેને કેરળના એર્નાકુલમમાં તિરુવૈરાનિકુલમ મહાદેવ મંદિરમાં અધિકારીઓ પ્રવેશતા રોકી હતી.
અમાલા પોલનો આરોપ છે કે 'ધાર્મિક ભેદભાવ'ના કારણે તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને રીતિ-રિવાજોનો હવાલો આપતા મંદિરમાં એન્ટ્રી કરતાં રોકવામાં આવી હતી.
તેને કહેવામાં આવ્યું કે ફક્ત હિંદુઓને જ મંદિર પરિસરમાં જવાની પરવાનગી આપવામાં આવે છે.
અમાલા પોલે દાવો કર્યો છે કે મંદિરમાં એન્ટ્રી ન મળવાના કારણે તેણે મંદિરની સામે રસ્તા પર ઉભા રહીને જ દેવીની એક ઝલક લેવી પડી.
એક્ટ્રેસે મંદિરના વિઝિટર્સ રજીસ્ટરમાં પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે લખ્યું- દેવીના દર્શન ન કરીને પણ આત્માનો અનુભવ કર્યો.
એક્ટ્રેસે તેમ પણ લખ્યું, આ ખૂબ જ દુખદ અને નિરાશાજનક વાત છે કે 2023માં પણ ધાર્મિક ભેદભાવ હજુ પણ હાજર છે. હું દેવીના દર્શન તો ન કરી શકી પરંતુ દૂરથી પણ તેમની અનુભૂતિ કરી શકી.
મને આશા છે કે જલ્દી જ ધાર્મિક ભેદભાવમાં બદલાવ આવશે. તે સમય પણ આવશે જ્યારે આપણને બધાને ધર્મના આધારે નહીં પરંતુ એકસમાન ટ્રીટ કરવામાં આવશે.
આ મામલે મંદિર પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે તેમણે ફક્ત મંદિરના નિયમોનું પાલન કર્યુ છે.
મંદિર ટ્રસ્ટના સચિવ પ્રસૂન કુમારે કહ્યું, એવું નથી કે અન્ય ધર્મોના હિંદુ અનુયાયી મંદિર નથી આવી રહ્યા. પરંતુ કોઇ નથી જાણતું કે જ્યારે કોઇ સેલેબ્રિટી આવે છે તો મોટો વિવાદ ઉભો થઇ જાય છે.
અમાલા પોલ સાઉથની ફેમસ એક્ટ્રેસ છે. તે મોડેલ અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી ચુકી છે. અમાલા પોલ ખાસ કરીને તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો