શા કારણે હિન્દુમાંથી મુસ્લિમ બની ગયા એ.આર.રહેમાન? 

ઓસ્કાર વિજેતા એઆર રહેમાને  6 જાન્યુઆરીએ તેમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. 

દિલીપ ચંદ્રશેખર ઉર્ફે આર રહેમાનનો જન્મ 6 જાન્યુઆરી, 1966ના રોજ ચેન્નાઈમાં એક મધ્યમવર્ગીય હિંદુ પરિવારમાં થયો હતો. 

દિલીપના પિતા આર.કે.શેખર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક એરેન્જર તરીકે કામ કરતા હતા. 

તમામ પ્રકારના મ્યુઝિક ઇક્વિપમેન્ટ તેના ઘરમાં જ હતા તેથી આ રીતે રહેમાનને સંગીત વારસામાં મળ્યું. 

એઆર રહેમાને ધર્મ બદલ્યો તે પહેલા તેનું નામ દિલીપ ચંદ્રશેખર હતું. 

રહેમાનની ઉંમર ઘણી નાની હતી તે દરમિયાન જ તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 

મુશ્કેલીના સમયમાં તેની બહેનને અજાણી ગંભીર બીમારીએ ઘેરી લીધી હતી, ડોક્ટરોએ પણ દરેક ઉપાય અજમાવ્યા હતા. 

આ દરમિયાન દિલીપ શેખરની માતા એક મુસ્લિમ ફકીરના સંપર્કમાં આવી હતી, રહેમાનની બહેન ફકીરની દુઆથી સ્વસ્થ થઈ ગઈ હતી.

ત્યારબાદ રહેમાનની ફકીર, દરગાહ અને ઈસ્લામમાં શ્રદ્ધા વધી ગઈ હતી.

દિલીપ ચંદ્રશેખરે હવે નક્કી કરી લીધું હતું કે તે અલ્લાહની જ ઇબાદત કરશે, ત્યાર બાદ તેણે ઈસ્લામ કબૂલ કર્યો.

તેના મનના કોઈક ખૂણે રહેમાન નામ વારંવાર ઝબકતું રહેતું હતું, તેથી તેણે પોતાનું નામ રહેમાન રાખ્યું.

તેની માતા  રહેમાનના નામ સાથે અલ્લાહ પણ જોડવા માંગતી હતી. આ પછી રહેમાને  પોતાના નામમાં અલ્લાહ પણ ઉમેર્યુ.

આમ તે અલ્લાહ રખ્ખા રહેમાન બની ગયા. દિલીપ ચંદ્રશેખરે 23 વર્ષની ઉંમરે 1989માં ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો