ઘરમાં એકથી વધારે તુલસીના છોડ રાખવા શુભ છે કે અશુભ?

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દરેક હિન્દુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ, યશ, વૈભવ અને ધનલાભ થાય છે. 

માન્યતા છે કે જે ઘરમાં તુલીનો છોડ લગાવવામાં આવે છે, ત્યાં મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. 

આ ઉપરાંત ઘરમાં લાગેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે. તેની શુભ અસર ઘરના સભ્યો પર પડે છે.

જો કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાના પણ કેટલાંક નિયમ છે. જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. 

તુલસીનો છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાવો. તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો. તેનાથી લાભ પ્રાપ્ત થશે. 

તુલસીના છોડને હંમેશા સાફ અને સ્વચ્છ જ રાખવો જોઇએ. સાથે જ તેની આસપાસની જગ્યાને પણ સ્વચ્છ રાખો. 

તુલસીના છોડની આસપાસ જૂતા-ચંપલ ન રાખવા જોઇએ.  તુલસીના છોડને ક્યારેય સીધો જમીન પર મુકવો શુભ માનવામાં નથી આવતો.

 તુલસીના છોડનું સકારાત્મક પરિણામ મેળવવા ઇચ્છો છો તો તેને કુંડામાં જ વાવો અને તેને ક્યારેય જમીનથી સ્પર્શવા ન દો. 

જો તમે તમારા ઘરમાં એકથી વધુ તુલસીના છોડ લગાવવા માંગતા હવ તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને 3,5,7 અંકોની સંખ્યામાં લગાવવો જોઇએ. 

આ સંખ્યા વિષમ સંખ્યા હોય છે, જે શુભ માનવામાં આવે છે. 

માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારેય રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શવો ન જોઇએ.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દરેક હિન્દુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. 

તેથી આ દિવસે આ દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરો અને તેને જળ પણ ન ચડાવો. 

તુલસીના છોડને ઘરમાં લગાવવા માટે સૌથી શુભ દિવસ ગુરુવારનો માનવામાં આવે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ આ દિવસે તુલસીના છોડને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો