આવનારું સૂર્ય ગ્રહણ આ 5 રાશિઓ માટે અશુભ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્વ છે.
બંને પ્રકારના ગ્રહણનો રાશિ ચક્રની 12 રાશિઓ પર શુભ-અશુભ બંને પ્રકારનો પ્રભાવ જોવા મળે છે.
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થયું હતું. હવે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ લાગશે.
જો કે ઉપછાયા ગ્રહણ હોવાને કારણે તેનો પ્રભાવ ભારતમાં નહીં રહે.
આ ગ્રહણ અમેરિકા, આફ્રિકા સહિતના દેશોમાં દેખાશે, જેનો ભારતીય સમય રાતે 8.34થી મધ્ય રાત્રિ 2.25 સુધી રહેશે.
જો કે તેની અસર કોઇપણ રાશિ પર વધુ જોવા નહીં મળે. પરંતુ આ ગ્રહણ કેટલીક રાશિઓને પ્રભાવિત કરી શકે છે.
મેષ રાશિ: મેષ રાશિ માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે.
મેષ રાશિના જાતકો સાથે વિશ્વાસઘાત થવાની સંભાવના છે. તેમના પોતાના જ તેમને દગો આપશે.
વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે.
વૃષભ રાશિના જાતકો માટે આ દરમિયાન ધન હાનિ, માનહાનિ અને સામાન હાનિના યોગ બની રહ્યાં છે.
વૃષભ રાશિના જાતકોએ આ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.
સિંહ રાશિ: આ રાશિના જાતકોની રાશિ સિંહ છે. તેના માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ શુભ માનવામાં નથી આવતું.
સિંહ રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચા વધી શકે છે. જે ક્ષેત્રમાં પૈસા રોકશો તેમાં નુકસાનની સંભાવના છે.
પૈસાની લેવડદેવડના મામલે સાવચેતી રાખવાની જરૂર છે.
કન્યા રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ કન્યા છે તેના માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ શુભ નથી.
કન્યા રાશિના જાતકો માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ મિત્રો દ્વારા કષ્ટ લઇને આવશે. આ દરમિયાન વાદ-વિવાદ ટાળો.
તુલા રાશિ: જે જાતકોની રાશિ તુલા છે તેના માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન વ્યર્થ તણાવ રહેશે. માનસિક તણાવને દૂર કરવા માટે ઇશ્વર ભક્તિમાં મન લગાવો. લાભ મળશે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો