શનિનું રાશિ પરિવર્તન આ રાશિઓ માટે શુભ 

મેષ : મેષ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. 

વૃષભ : શનિના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂરત છે. અકસ્માત-ઇજાની સંભાવના છે.

મિથુન : મિથુન રાશિના લોકોને પાણીથી ભય છે, માટે થોડું સાવધાન રહેવું. 

કર્ક : કર્ક રાશિના જાતકોને પશુથી ભય રહેશે. બને ત્યાં સુધી પશુથી દૂર રહો.

સિંહ : સિંહ રાશિના જાતકો માટે રાશિનું રાશિ પરિવર્તન આર્થિક રીતે શુભ રહેશે. ધનની પ્રાપ્તી થઇ શકે છે. 

કન્યા : કન્યા રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ સમાચાર લાવી શકે છે. માંગલિક પ્રસંગ યોજાશે.

તુલા : તુલા રાશિ માટે શનિનો કુંભમાં રાશિમાં પ્રવેશ શુભ સાબિત થઇ શકે છે. શુભાશુભ પ્રસંગો યોજાશે

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોનું માન-સન્માન વધશે. 

ધન : ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વાહનનું સુખ પ્રાપ્ત થઇ શકે છે. 

મકર : મકર રાશિ માટે માંગલિક કાર્યો અને વિવાહ માટે આ સમયગાળો શુભ છે. 

કુંભ : કુંભ રાશિમાં શનિ પ્રવેશ કરી રહ્યો છે. માટે કુંભ માટે આ સમય ગાળો શુભ સાબિત થશે, દામ્પત્ય જીવનમાં સુખ લાવશે. 

મીન : મીન રાશિ માટે આ સમયગાળો થોડો કપરો રહેશે, પરંતુ શુભ પણ સાબિત થશે. ધનની પ્રાપ્તી થશે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો