નવા વર્ષમાં શનિ વધારશે આ રાશિઓની મુશ્કેલીઓ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે

શનિના એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવાથી એક સાથે પાંચ રાશિઓ પ્રભાવિત થાય છે

કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી પ્રારંભ થાય છે અને કેટલીક રાશિઓ પર શનિ ઢેય્યા

શનિ 17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે માર્ચ 2025 સુધી રહેશે

શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને શનિની સાડાસાતી અને ઢેય્યામાંથી મુક્તિ મળશે

જો કે શનિ રાશિ પરિવર્તનથી આવનારા 26 મહિનાઓ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીભર્યા રહેશે

કુંભ રાશિ -  શનિ કુંભ રાશિમાં માર્ચ 2025 સુધી રહેશે. તે બાદ શનિની સાડાસાતીનું ત્રીજુ ચરણ પ્રારંભ થશે. કુંભ રાશિના જાતકોને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. 

મકર રાશિ - મકર રાશિના જાતકો પર શનિ ગોચરથી શનિની સાડાસાતીનું ત્રીજુ તથા અંતિમ ચરણ પ્રારંભ થશે. તમારો માર્ચ 2029થી સારો સમય પ્રારંભ થશે. 

મીન રાશિ - કુંભ રાશિમાં શનિ ગોચરથી મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું પહેલુ ચરણ પ્રારંભ થશે. તમારી રાશિ પર શનિની સાત વર્ષ સુધી કુદ્રષ્ટિ રહેશે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો