નવગ્રહોને ખુશ કરવા લગાવો આ ઝાડ, બદલાઈ જશે કિસ્મત 

જીવનમાં ઘટવા વાળી નાની-મોટી ઘટના મુખ્ય રૂપથી નવ ગ્રહો પર નિર્ભર કરે છે

કેટલાક એવા છોડ છે જેને લગાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે ચાલો જાણીએ 

સૂર્ય: સૂર્ય પિતા, રાજા, ઉષ્મા, માન વગેરેનો કારક છે. જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તમારે સફેદ મદારનું ઝાડ લગાવવું જોઈએ અને તેની નિયમિત કાળજી લેવી જોઈએ.

ચંદ્ર: ચંદ્રને માતા, મન, માનસિક સ્થિતિ અને પ્રસન્નતાનો કારક માનવામાં આવે છે, તે શીતળતાનું પ્રતિક છે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તેણે પલાશનું ઝાડ લગાવવું જોઈએ.

મંગળ: મંગળ ક્રોધ, બહાદુરી, શૌર્ય, શક્તિ વગેરેનો કારક છે. મંગળને ઉન્નત કરવા માટે ખડીર અથવા શિશિરનું વૃક્ષ વાવી પૂજા કરવી જોઈએ.

બુધ: બુધને શિક્ષણ, ચતુરાઈ, વાણી, વેપાર વગેરેનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહને બળવાન કરવા માટે અપમાર્ગ વૃક્ષનું વાવેતર કરવું ખૂબ જ ફાયદાકારક છે.

ગુરુ:  ગુરુ જ્ઞાન, વિદ્વતા, બુદ્ધિ વગેરેનો કારક છે, તેમને મજબૂત કરવા માટે પીપળનું વૃક્ષ વાવી નિયમિત પૂજન કરવાથી શુભ ફળ મળે છે.

શુક્ર: શુક્ર આકર્ષણ, લગ્ન, પત્ની, ઉપભોગ વગેરેનો કારક છે. જે પણ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તેઓ ગુલરનું ઝાડ વાવીને લાભ થઈ શકે છે.

શનિ: સૂર્ય પુત્ર શનિ દુ:ખ, દરિદ્રતા, અનાદર, મૃત્યુ વગેરેનો કારક છે. જેમણે શનિદેવને પ્રસન્ન કરવા હોય તેમણે શનિવારે શમીનું ઝાડ વાવીને ભાવપૂર્વક તેની સેવા અને પૂજા કરવી જોઈએ.

રાહુ: રાહુ યાત્રા, સમાજ અને જાતિનો કારક છે, જે વ્યક્તિને રાહુ મુશ્કેલી આપતો હોય તેણે ચંદનનું ઝાડ લગાવીને ભગવાનને અર્પણ કરવું જોઈએ.

કેતુ: કેતુ પશુ, પક્ષીઓ, શાંતિ, રોગ, અકાળ મૃત્યુ વગેરેનું કારક છે કેતુને ઉન્નત કરવા માટે કુશનું વાવેતર કરવું ખૂબ જ ફાયદાકારક છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો