જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે.  તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. 

લગ્ન સમયે મંગળની સ્થિતિ ચોક્કસ જોવામાં આવે છે.  જો કોઇપણ જાતકની કુંડળીમાં મંગળ દોષ હોય, તેના લગ્નમાં અડચણો આવે છે અથવા તો જાતકનું વૈવાહિક જીવન સુખી નથી રહેતું. 

તેવામાં આજે અમે તમને માંગલિક દોષ દૂર કરવાના કેટલાંક ઉપાય વિશે જણાવીશું, જેને અપનાવીને તમને માંગલિક દોષમાંથી મુક્તિ મળી જશે. 

ભાત પૂજન કરાવવું જોઇએ: જે પણ જાતકની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તેણે ભાત પૂજન ચોક્કસપણે કરવવું જોઇએ. ભાત પૂજન કરાવવાથી માંગલિક દોષ સમાપ્ત થઇ જાય છે. 

કુંભ વિવાહ કરાવો: કુંભ વિવાહનો અર્થ છે, વિવાહ પહેલા કોઇ કુંભ એટલે કે ઘડા સાથે વિવાહ કરવા. તે બાદ તે ઘડાને ફોડી દેવો જોઇએ. તેનાથી માંગિલક દોષમાંથી મુક્તિ મળી જશે. 

લીમડાનો છોડ વાવો: લગ્ન પહેલા લીમડાનો છોડ વાવવો જોઇએ અને આશરે 43 દિવસો સુધી છોડની સંભાળ લેવી જોઇએ. તેનાથી પણ માંગલિક દોષમાંથી મુક્તિ મળી જાય છે. 

સફેદ સુરમો લગાવો: જો તમે કાળો સુરમો લગાવો છો, તો 43 દિવસ સુધી કાળો સુરમો લગાવવાના બદલે સફેદ સુરમો લગાવો. તેનાથી માંગલિક દોષમાંથી છૂટકારો મળી જાય છે. 

મહેમાનોને મિઠાઇ ખવડાવો: જો તમારી કુંડળીમાં મંગળ ભારે છે. તો મહેમાનોને મિઠાઇ ખવડાવો. તેનાથી મંગળનો પ્રભાવ ઓછો થઇ જાય છે. 

મંગળવારે કરો આ ઉપાય: મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ અને હનુમાનજીને કેસરિયા ચોલા ચડાવો.

 તેનાથી મંગળ દોષમાંથી રાહત મળે છે અને સાથે જ હનુમાન મંદિરમાં જઇને સંધ્યા સમયે દીવો પ્રગટાવવો જોઇએ. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો