કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે લાલ કિતાબના ઉપાયો
લાલ કિતાબમાં અનેક લોકોને શ્રદ્ધા છે, આ પુસ્તકમાં ખૂબ સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે
નોકરી-ધંધે તકલીફો આવતી હોય તેવા કિસ્સામાં લાલ કિતાબના ટોટકા રાહતરૂપ સાબિત થઈ શકે છે
આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ ઉપાયોથી છૂટકારો મેળવી શકો છો
ચોટલીવાળું નાળિયેર લો અને લાલ કપડામાં નાડાછડીથી બાંધી દો. જે બાદ તેને એક ખૂણામાં થોડી ઊંચાઈ પર રાખો
43 દિવસ પછી તેને નદીમાં પધરાવી દો, યાદ રાખો પધરાવ્યા બાદ પાછું વળીને જોશો નહીં
પૈસાનો વેડફાટ અટકાવવા માટે રાત્રે સૂતી વખતે માથા પાસે તાંબાના વાસણમાં લાલ ચંદન મિશ્ર કરેલું પાણી રાખો
બીજા દિવસે સવારે તુલસીના છોડને પાણી ચઢાવો, લાલ કિતાબના આ ઉપાયથી ઘરમાં ધન રહે છે
બિઝનેસમાં સફળતા ન મળતી હોય તેવા કિસ્સામાં લાલ કિતાબ મુજબ શુક્રવારે રાત્રે 7 કોડીની પૂજા કરો
કોડીને લાલ કપડામાં બાંધી પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો, આનાથી ધન આવવાના માર્ગ ખુલી જશે
લાલ કિતાબ અનુસાર, કરિયરમાં પ્રગતિ મેળવવા માટે ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ
કીડીઓને ખાંડ અને પક્ષીઓને અનાજ નાંખો, આ ઉપાયોથી શનિ, રાહુ અને કેતુના પ્રકોપથી મુક્તિ મેળવી શકો છો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો