આ સ્થળોએ રમાય છે અજબ-ગજબ હોળી 

ભારતમાં હોળીના તહેવારને લઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ  જોવા મળે છે.

મધ્યપ્રદેશના માલવામાં એકબીજા પર કોલસો ફેંકીને હોળી રમવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રાક્ષસી હોલિકા મૃત્યુ પામે છે.

મધ્ય પ્રદેશના ભીલ આદિવાસીઓ હોળી પર નાચતા અને ગાતા ગુલાલ લગાવીને તેમના જીવનસાથીની શોધ કરે છે. ખૂબ જ અનોખી પરંપરા છે 

રાજસ્થાનના પુષ્કર્ણ બ્રાહ્મણની ચોવટીયા જોષી જ્ઞાતિના લોકો હોળી પર શોક મનાવે છે. આ દિવસે તેમના ઘરનો ચૂલો પણ સળગતો નથી.

રાજસ્થાનના બાંસવાડામાં હોલિકા દહન પછી ગરમ રાખ પર ચાલવાની પરંપરા છે. આ પછી ગુલાલની હોળી રમવામાં આવે છે.

રાજસ્થાનના બાંસવાડામાં જ હોળીના દિવસે એકબીજા પર પથ્થરમારો કરવાનો રિવાજ છે. શું તમે આવી હોળી રમવાનું પસંદ કરશો?

યુપીના શાહજહાંપુરમાં અંગ્રેજોના જમાનાથી ભૈંસા ગાંડી પર લાટ સાહેબનું પૂતળું મૂકીને જુતામાર હોળી રમવાની પરંપરા છે.

વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખથી હોળી રમવામાં આવે છે. તેને મસાનની ભસ્મ વાળી હોળી પણ કહેવાય છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો