બહુચર માતા, બહુચરાજી કે બેચર મા હિંદુ દેવી છે, મોટાભાગે ગુજરાતીઓ તેમની આરાધના કરે છે

બહુચર મા વિશે અનેક લોકકથાઓ છે, ચૈત્ર સુદ પૂનમને દિવસે પ્રાગટ્ય થયું હોવાની માન્યતા

એક વાર બહુચર માતાજી તેમની બહેન સાથે વણજાર સાથે જતા હતા

ત્યારે બાપિયા નામના ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કર્યો અને માતાજીએ એક આકરો નિર્ણય લીધો

તે સમયે ચારણોનું લોહી છંટાય તેને પાપ માનવામાં આવતું, તેથી માતાજી સહિત તેમના બહેને ત્રાંગુ કર્યુ

માતાજી સહિત તેમના બહેને પોતાના સ્તન જાતે જ કાપી નાંખ્યા અને બાપિયો ધાડપાડુ શાપિત થયો

બાપિયો નપુંસક બની ગયો, તેણે સ્ત્રીઓનાં વસ્ત્ર-આભૂષણ સાથે માતાજીની આરાધના કરી

ત્યારે માતાજી પ્રગટ થયા અને બાપિયાને શાપમુક્ત કર્યો, હાલ માતાજી કિન્નરોના કુળદેવી તરીકે પૂજાય છે

નવરાત્રિમાં લાખો લોકો બેચરાજી માતાજીના દર્શને આવે છે

દશેરાના દિવસે માતાજીના શસ્ત્રોનું પૂજન કરી ગાયકવાડ રાજાએ ભેટમાં આપેલો ‘નવલખો હાર’ પહેરાવાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો