8 નવેમ્બર 2022 ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલે કે  દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ બાદ દશેક દિવસમાં ચાર ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે

મંગળ વક્રી ચાલે ફરી વૃષભ રાશિ માં આવશે જયારે શુક્ર બુધ અને સૂર્ય વૃશ્ચિકમાં જઈ રહ્યા છે

હાલમાં સૂર્ય બુધ અને શુક્ર શનિ અને રાહુની દ્રષ્ટિમાં કેતુ સાથે છે જયારે આગામી દિવસોમાં તેનો અલગ થશે અને મંગળની દ્રષ્ટિમાં રહેશે વળી મંગળ વક્રી થઇ વૃષભ રાશિમાં આવે છે

ખેલજગતના કેટલાક ખેલાડીઓને કમબેક કરાવતો જોવા મળશે.

વૃશ્ચિક રાશિ એ ગૂઢ શાસ્ત્રોની રહસ્યોની રાશિ છે મૃત્યુની રાશિ છે માટે આ ગ્રહો ગૂઢ બાબતો તરફ લોકોની રુચિ વધારશે.

આ સમયમાં કાવાદાવા થતા જોવા મળશે અને કેલાક ખુબ ધનવાન લોકોના વિલ અંગે આ સમયમાં મોટા વિવાદો સામે આવતા જોવા મળશે.

શુક્ર વૃશ્ચિકમાં આવવાથી કલા જગતના કોઈ સિતારાને કે સીને જગતના કોઈ સિતારાને ગુમાવવાનો સમય આવી શકે છે. 

સૂર્ય પણ વૃશ્ચિકમાં ખુબ નામના પામેલા ઉદ્યોગપતિ કે અધિકારી કે નેતાની નિવૃત્તિ કે વિદાય દર્શાવે છે.

એક પખવાડિયામાં આવેલા બે ગ્રહણની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને વૈશ્વિક રીતે મંદીનો માહોલ જોવા મળી શકે છે

વિશ્વની મહાસત્તાઓ પણ આ સમયમાં પોતાની અર્થવ્યવ્યસ્થા ઠીકઠાક કરતી જોવા મળશે

કોઈ મોટા પ્લાન્ટ આ સમયમાં બંધ થવાના સમાચાર આવશે અને ખાસ એ વાત કે કોઈ મોટી ખાણને પણ કોઈ કારણસર આ સમયમાં બંધ કરવામાં આવશે. 

નોંધ: આ લેખ જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી દ્વારા લખવામાં આવ્યો છે.લોક રુચિને ધ્યાનમાં રાખીને અહી તેને રજુ  કરવામાં આવ્યો છે. લેખક છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો