બુધ ગોચરથી આ 5 રાશિઓના આવશે 'અચ્છે દિન'

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે.  16 માર્ચે બુધ ગ્રહે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં ગોચર કર્યુ. 

15 માર્ચે સૂર્યએ મીન રાશિમાં ગોચર કર્યુ છે. 31મી માર્ચે બપોર સુધી બુધ મીન રાશિમાં રહેશે. તે પછી, તે બપોરે 03 વાગીને 01 મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે.

મીન રાશિમાં બુધનું ગોચર 5 રાશિઓ એટલે કે વૃષભ, કર્ક, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે લાભકારક સાબિત થઈ શકે છે. 

આ રાશિના જાતકોની સંપત્તિ, રોકાણ, વેપાર અને કીર્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ બુધના ગોચરની 5 રાશિઓ પર શું અસર થશે.

વૃષભ રાશિ: મીન રાશિમાં બુધના ગોચરને કારણે વૃષભ રાશિના લોકોને ધનલાભ થવાના યોગ છે. ખાસ કરીને તમે તમારા કોઈ મિત્રની મદદ લઈ શકો છો. 

રોકાણ માટે સમય સારો છે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. શક્ય છે કે તમને કોઈ પુરસ્કાર અથવા સન્માન આપવામાં આવે.

કર્કઃ બુધનું ગોચર કર્ક રાશિના લોકો માટે વિદેશ યાત્રાનો યોગ બનાવી શકે છે. જો તમે વિદેશમાં ભણવા માંગતા હોવ તો તમારું સપનું સાકાર થઈ શકે છે. 

બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કામ વધારવા માટે નવા પ્રસ્તાવ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે.

વૃશ્ચિક રાશિ: બુધનું ગોચર બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો માટે શુભ પરિણામ આપી શકે છે. તમારા બિઝનેસને આગળ વધારવા માટે તમને મોટું રોકાણ મળી શકે છે અથવા તમને પાર્ટનરશિપનો પ્રસ્તાવ મળી શકે છે. 

આ તમારા માટે સારું સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શેરબજારમાં રોકાણ કરવાનું ટાળો. તમે કોઈને લવ માટે પ્રપોઝ કરી શકો છો.

મકર રાશિ: બુધના ગોચરથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.

 સરકારી નોકરી અથવા સરકારી કામ સાથે જોડાયેલા લોકોને તેમના કામમાં સફળતા મળશે. આ સમયમાં તમારો પ્રભાવ વધ્યો હશે. વાણીની મધુરતાથી ઘણાં કામ થઈ શકે છે.

મીન રાશિ: બુધનું રાશિ પરિવર્તન બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સુખદ બની શકે છે. જો કે, લોકોને બિઝનેસમાં તમારા નિર્ણયો અટપટા લાગી શકે છે. 

તમારી વાણીનો પ્રભાવ વધશે. લગ્નની વાત નક્કી થઈ શકે છે. આ સિવાય જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમની લવ સ્ટોરી આગળ વધશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો