ખોડિયાર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકવાયકાઓ પ્રખ્યાત

સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે ભાવનગરના રોહિશાળા ગામે જન્મ થયો હોવાની માન્યતા

પિતાનું નામ મામડિયો અને માતાનું નામ દેવળબા, ચારણના ઘરે માતાજીનો જન્મ

વાંઝિયાપણાનાં મેણાંટોણાંથી કંટાળીને પિતા મામડિયાએ શિવને અરજી કરી

...જો શિવજી વાંઝિયામેણું નહીં ભાંગે તો મસ્તક ચડાવી કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો

આખરે શિવજીએ પ્રસન્ન થઈ કહ્યુ - પાતાળલોકના નાગદેવતાના પુત્ર-પુત્રી તારા ઘરે અવતરશે

આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, બીજબાઈ, જાનબાઈ સાત બહેનો વચ્ચે મેરખિયા નામના ભાઈનો જન્મ

એકવાર સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સાપ કરડ્યો અને તે મૂર્છિત થઈ ગયો

ત્યારે કોઈએ કહ્યુ, ‘સૂર્યોદય પહેલાં પાતાળમાંથી અમૃતકુંભ લાવીને પીવડાવવાથી જીવિત થશે’

સૌથી નાના જાનબાઈ કુંભ લેવા ગયા, ત્યાંથી વળતી વખતે પગમાં ઠેસ વાગી

જાનબાઈ મગર પર બેસીને પાતાળમાંથી બહાર આવ્યાં, ઠેસ વાગવાથી તેઓ ખોડાતા ચાલતા હતા

ત્યારથી જાનબાઈ ‘ખોડિયાર’ તરીકે ઓળખાયા અને મગર તેમનું વાહન બન્યો