લોન ચૂકવી શક્યા નથી તો શું છે તમારા અધિકાર?

અનેક લોકો ઘરથી લઈને કાર અને ભણતરથી લઈને બિઝનેસ માટે લોન લે છે.

બેંકો પણ ગ્રાહકોને આકર્ષવા માટે જુદી જુદી ઓફર આપીને લોન આપે છે.

આ લોનનો હપ્તો દર મહિને તમારે નિયમિત ચૂકવવો પડે છે.

જો હપ્તો ન ચૂકવવામાં આવે તો બેંક ગ્રાહકોને ફોન અને મેસેજ મોકલવા લાગે છે.

તેમ છતાં જો EMI ન ચૂકવવામાં આવે તો બેંક રિકવરી એજન્ટને મોકલે છે.

આવી સ્થિતિમાં તમને તમારા અધિકાર વિશે જાણકારી હોવી જોઈએ.

આ બાબતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક નિયમો બનાવ્યા છે.

જો ગ્રાહક લોન ચૂકવી શકે નહીં તો બેંક ગ્રાહકને ડરાવી ધમકાવી શકે નહીં.

આ સ્થિતિમાં ગ્રાહક પોલીસ ફરિયાદ કરી શકે છે અને પેનલ્ટી પણ માગી શકે છે.

રિકવરી એજન્ટ સવારે 7થી સાંજે 7 દરમિયાન જ ડિફોલ્ટરના ઘરે જઈ શકે છે.

જો કોઈ ગ્રાહક 90 દિવસોમાં રુપિયા જમા કરતો નથી તો બેંક પહેલા તો નોટિસ મોકલે.

આ નોટિસના 60 દિવસમાં ગ્રાહક રુપિયા જમા કરે નહીં તો બેંક કાર્યવાહી કરી શકે છે.

બેંક આવા ડિફોલ્ટરની સંપત્તિ ઘર કે કાર ટાંચમાં ળઈને તેની હરાજી મારફત વસૂલાત કરી શકે છે.

બેંકને પોતાના ડૂબેલા રુપિયા પરત મેળવવાનો અધિકાર છે પરંતુ નિયમોના પાલન સાથે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો