શું ખરેખર Income Taxમાં 5 લાખ સુધીની છૂટ મળશે?

હાલ આવકવેરામાં અઢી લાખ રુપિયા સુધીની આવક ધરાવતા લોકોને રાહત છે.

જોકે વર્ષોથી સામાન્ય વર્ગની માગ છે કે લિમિટ અઢી લાખથી  વધારીને 5 લાખ કરવામાં આવે.

2014 પછી ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ તરફ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ છે.

જેથી આ વખતે લોકોને સરકાર પાસેથી બજેટમાં મોટી રાહત મળવાની આશા છે.

જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન ફક્ત 50 હજાર રુપિયા છે. 

તેની મર્યાદા વધારવામાં આવે તેવી જોરદાર માગણી થઈ રહી છે. 

જૂની ટેક્સ વ્યવસ્થામાં 5 લાખ રુપિયા પર 5 ટકા અને 5-10 લાખ રુપિયા પર 20 ટકા ટેક્સ લાગે છે. 

2020માં મોદી સરકારે બે પ્રકારની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા લાગી પાડી હતી. 

તેવામાં આ વખતે મોદી સરકાર શું બજેટમાં સામાન્ય વર્ગની માગણી સંતોષીને કોઈ રાહત આપે છે કે નહીં તે જોવું રહ્યું.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો