ફોર્બસ ગ્રુપના અનુસાર, અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડણીની કુલ સંપત્તિ 1,211,460.11 કરોડ છે.
2021માં તેમની સંપત્તિમાં ત્રણ ગણી થઈ ગઈ અને હવે 2022માં તેઓ પ્રથમ નંબર પર આવી ગયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીની કુલ સંપત્તિ 710,723.26 કરોડ રૂપિયા છે.
2013ના વર્ષ પછી આવું પહેલી વાર બન્યુ છે કે તેમણે નંબર 2 પર આવી ગયા છે.
રાધાકિશન દમાણી D Mart ચેઈનના માલિક છે અને તેઓ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
તેમની કુલ સંપત્તિ 222,908.66 કરોડ રૂપિયા છે.
વેક્સિન નિર્માતા કંપની SII ના ચેરમેન સાઈરસ પૂનાવાલાની કુલ સંપત્તિ 173,642.62 કરોડ રૂપિયા છે.
તેઓ આ લિસ્ટમાં ચૌથા નંબરે છે.
HCL ટેકનોલોજીના ચેરમેન શિવ નાદરની નેટવર્થ 172,834.87 કરોડ રૂપિયા છે.
આ લિસ્ટમાં તેઓ પાંચમાં નંબરે છે.
ઓપી જિંદલ ગ્રુપની ચેરપર્સન એકમાત્ર મહિલા અરબપતિ સાવિત્રી જિંદલ આ યાદીમાં છઠ્ઠા નંબરે છે.
તેમની કુલ સંપત્તિ 132,452.97 કરોડ રૂપિયા છે.
સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક દિલીપ સાંઘવીની કુલ સંપત્તિ 125,184.21 કરોડ રૂપિયા છે. તેઓ આ યાદીમાં 7માં નંબરે છે.
આ પછી આઠમાં નંબરે હિન્દુજા બ્રધર્સ આવે છે. તેમની કુલ સંપત્તિ 122,761.29 કરોડ રૂપિયા છે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર બિરલાની કુલ સંપત્તિ 121,146.01 કરોડ રૂપિયા છે. તેઓ આ યાદીમાં 9માં નંબરે છે.
10 માં નંબર પર બજાજ ગ્રુપનો સમાવેશ થાય છે. તેની કુલ સંપત્તિ 117,915.45 કરોડ રૂપિયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો