શેરબજારમાં લક્ષ્મી ઐય્યરની સલાહ માનો લક્ષ્મીજી ચાંદલો કરવા આવશે.
જો તમારે પણ રોકાણ કરવું છે તો આ નિષ્ણાતની સ્ટ્રેટેજી કામની છે.
કોટક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના હેડ લક્ષ્મી ઐય્યરને સાંભળો
રુ.10 લાખ સુધીના રોકાણ માટે તેમણે આપી માસ્ટર સ્ટ્રેટેજી
તમારા રોકાણના નિર્ણયો બજાર આધારે નહીં પણ તમે પોતે લો
તમારા નિયંત્રણમાં રહેલા પરિબળોનો અંદાજ કાઢો.
તમારી જોખમની ક્ષમતા મુજબ રોકાણ કરો. જે દરેકની અલગ હોય છે.
મધ્યમ જોખમની ક્ષમતા હોય તો 60, 30 અને 10 રેશિયોમાં રોકાણ કરો.
એટલે કે 60 ટકા ઈક્વિટી, 30 ટકા ડેટ અને 10 ટકા સોનામાં રોકાણ કરવું.
વેલ્યુએશનની દ્રષ્ટીએ હાલના બજારમાં લાર્જ કેપની સ્ટ્રેટેજીની ભલામણ કરી છે.
ફ્લેક્સી કેપ ફંડ્સ પણ ફાયદો અપાવશે તે શોક એબ્ઝોર્બર સ્ટ્રેટેજી છે.
તમારા પોર્ટફોલિયોને વિવિધતા ટૂલ તરીકે જોઈ શકો છો.
રોકાણ મંત્ર આપતા તેમણે કહ્યું હું દરેક યુવાનને આ સ્ટ્રેટેજી અપનાવવા કહું છું.
એકવાર રોકાણ કરો અને પછી ભૂલી જાવ આ હું પણ ઉપયોગ કરું છું.
હાયબરનેટિંગ ઝોનમાં જાવ અને લોભ-ડર બંને મુખ્ય લાગણીને જીતી લો.
આ તમને તમારા નાંણાકીય લક્ષ્યો માટે ટોચ સુધી પહોંચવામાં મદદ કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો