ગુજરાતની વધુ એક કંપનીએ શેરબજારમાં તગડું રિટર્ન આપ્યું છે.

આ કંપની છે બરોડા રેયોન કોર્પોરેશન લિ. જેને રોકાણકારોને લાખોપતિ બનાવ્યા.

આ શેર 1 જૂન 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો.

ત્યારથી એટલે કે છેલ્લા 4 મહિનામાં શેરે રોકાણકારોને 4400 ટકા રિટર્ન આપ્યું છે.

બીજી તરફ બજારનું મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ આ વર્ષે 5 ટકા જેટલો તૂટી પડ્યો છે.

બરોડા રેયોનનો શેર શુક્રવારે BSE પર 5 ટકા વધીને રુ.212.30 પર બંધ થયો હતો.

કંપનીના શેર આ વર્ષે 1 જૂન પર લિસ્ટ થયા ત્યારે તેની કિંમત ફક્ત રુ.4.64 હતી.

1 જૂને જેમણે રુ.1 લાખનું રોકાણ કર્યું હોય તેમના 1 લાખ આજે રુ. 45.75 લાખ બની ગયા.

છેલ્લા એક મહિનામાં પણ આ શેર 164 ટકા વધ્યો છે અને રુ.80થી 212 પર પહોંચ્યો છે.

કંપની વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાઈ સલ્ફાઈડ બનાવે છે.

ઉપરાંત નિર્જલ સોડિયમ સલ્ફેટ અને નાયલોન યાર્નનું પણ પ્રોડક્શન કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો