આપણે ત્યાં કહેવત છે મન હોય તો માળવે જવાય

આવું જ કંઈક બનાસકાંઠાના ડીસાના માત્ર 12 પાસ ખેડૂતે સાબિત કર્યું.

જો ખેડૂત પરંપરાગત ખેતીથી અલગ પ્રયાસ કરે તો મોટી સફળતા મેળવી શકે છે.

આ રીતે પોતાના જ ખેતરમાંથી લાખોની કમાણી કરી શકે.

ડીસાના ખેડૂત પ્રકાશભાઈ જાટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. 

પોતાની ફક્ત સવા એકર જમીનમાં તેઓ વર્ષે ₹45 લાખની કમાણી કરે છે.

તેઓ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની જગ્યાએ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે.

આ કેન્દ્રમાં તેઓ વર્ષે દહાડે 35 ટન કિલો મધનું ઉત્પાદન કરે છે.

તેમણે પહેલીવાર વર્ષ 2017માં 10 બોક્સથી મધમાખી ઉછેર કેન્દ્ર શરું કર્યું.

જે બાદ બીજા વર્ષે 2018માં તેમણે 100 બોક્સ લગાવ્યા હતા. 

બસ ત્યારથી તેઓ વર્ષે એક લાખ રુપિયાની કમાણી મધ દ્વારા કરવા લાગ્યા.

અત્યારે તેમના ખેતરમાં 900 બોક્સ લાગેલા છે. જે 35 હજાર કિલો મધ આપશે.

તેમની સફળતાથી પ્રેરાઈને દૂરદૂરથી ખેડૂતો માર્ગદર્શન લેવા આવી રહ્યા છે.

તેમણે અત્યાર સુધીમાં 260 મેટ્રિક ટન જેટલું મધ એકત્રિત કર્યું છે.

જેમાં મસ્ટરાજ, સુવા, અજવાઇન, તલ, વરિયાળી, જેવા અલગ મધ સામેલ છે. 

આ મઘ અમૂલ અને બનાસ ડેરીના પેકિંગમાં બ્રાન્ડ તરીકે વેચાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો