આ લોકોએ ચૂકવવો પડી શકે વધારે ટેક્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ આગામી નાણકીય વર્ષનું બજેટ રજૂં કરશે.

કોરોના અને ત્યારબાદ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને આ બજેટમાં ટેક્સમાંથી રાહત મળી શકે છે.

એવામાં શું સરકાર પોતાનો ખજાનો ભરવા ધનકુબેરો પર એકસ્ટ્રા ટેક્સ લગાવશે? હાલમાં આ મુદ્દો વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દુનિયાભરમાં અમીર-ગરીબની વચ્ચેનું અતર દૂર કરવા માટે રઈસ લોકો પર વેલ્થ ટેક્સ લગાવવા વિશે ચર્ચા થાય છે.

આમાં એક નિશ્ચિત મર્યાદાથી વધારે સંપત્તિના માલિક પાસેથી એકસ્ટ્રા ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવે છે.

વિશ્લેષકોનું કહેવું છે કે, આ રીતે ટેક્સ આર્થિક અસમાનતાને દૂર કરવાની યોગ્ય રીત ન હોઈ શકે. 

જો અમીર લોકો પર એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવે છે, તો શક્ય છે કે, આ લોકો તે દેશમાં જતા રહેશે જ્યાં એકસ્ટ્રા ટેક્સ ન હોય. 

જ્યારે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, આ પ્રકારનુ પગલું ટેક્સ ચોરીને પ્રોત્સાહન આપી શકે છે.

જો દુનિયાના 1 ટકા લોકો પર માત્ર 5 ટકા ટેક્સ લગાવવામાં આવે, તો 2 અબજ લોકોને ગરીબીમાંથી મુક્ત કરી શકાય છે.

‘ધ ગાર્ડિયન’ની ખબર પ્રમાણે, દુનિયાના 205 ટકા અબજોપતિ અને ખબરોપતિ લોકોના એક ગ્રુપના સદસ્યોએ સરકારને તેમના પર ટેક્સ લગાવવા માટે કહ્યું છે. જેથી ગરીબોની મદદ કરી શકાય.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો