2023માં આ શેર પેટ ભરીને કમાણી કરાવશે
2023માં તમારે કમાણી કરવી હોય તો આ શેરમાં અત્યારથી જ રોકી લો રૂપિયા.
બ્રોકરેજ હાઉસ દ્વારા પિક્સ કેટલાક શેરોની અંહીં યાદી આપવામાં આવી છે.
જેમાં રોકાણ કરીને તમે સારું વળતર મેળવી શકો છો.
HDFC સિક્યોરિટીઝની ટોપ પિક્સમાં ACC પહેલા શેર છે. તેમાં અડાણીની ખરીદીનો ફાયદો મળશે.
બીજો શેર ભારત ફોર્જ છે. ડિફેન્સ, ફોર્જિંગમાં મોટા ઓર્ડર મળ્યા છે. કુલ 240 કરોડની ક્ષમતા વિસ્તારનો ફાયદો મળશે.
ત્રીજો શેર ચેન્નઈ પેટ્રો છે. તે ઊંચાઈ પરથી 53 ટકા ઘટ્યો છે. આથી વેલ્યૂએશન ઘણું જ આકર્ષક બન્યુ છે.
ચોથો શેર IOC છે. પાનીપત, ગુજરાત રિફાઈનરીની ક્ષમતા વિસ્તરી રહી છે. જેથી આવકમાં વધારો થશે.
પાંચમો શેર L&T છે. કંપનીની કુલ ઓર્ડરબુક 3.72 લાખ કરોડની છે. આગામી 2-3 વર્ષોમાં 5000 કરોડ સુધીનું દેવું ઘટવાનું લક્ષ્ય છે.
છઠ્ઠો શેર SBIનો છે. આગામી વર્ષમાં પણ શેરમાં મોટા કમાણીની તક મળશે.
લિસ્ટનો અંતિમ શેર છે PNC ઈન્ફ્રા. શેર ઉપરના સ્તરેથી 15 ટકા નીચે આવી ગયો છે. એવામાં શેર ઘણો જ આકર્ષિક લાગી રહ્યો છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.