વર્તમાન સમયમાં દરેક લોકો માટે નાણાંનું મેનેજમેન્ટ અતિ જરૂરી છે.

બચત કરેલા રૂપિયા ઇમરજન્સીમાં કામ આવે છે. 

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે અલગ-અલગ 9 પ્રકારની યોજનાઓ ઓફર કરી રહી છે.

 પોસ્ટ ઓફિસની યોજનામાં તમારા રૂપિયા સુરક્ષિત તો રહેશે જ અને સાથો-સાથ ટેક્સ બેનિફિટ પણ મળશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ - આ સ્કીમમાં નવા વ્યાજ દર 7.1 ટકા આપવામાં આવે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના -  આ યોજનામાં વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળે છે, જ્યારે લઘુત્તમ 250 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ - આ યોજના હેઠળ તમને વાર્ષિક 7 ટકા વ્યાજ મળવા પાત્ર છે. જેમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. 

સીનિયર સીટીઝન સેવિંગ સ્કીમ- આ યોજનામાં મેચ્યોરિટી સમય 5 વર્ષનો છે. તેમજ કલમ 80C મુજબ 1.5 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે. 

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ - તમે અહીં ફક્ત 100 રૂપિયાથી પણ રોકાણ શરુ કરી શકો છો. એક નાણાંકીય વર્ષમાં આ યોજના હેઠળ 1.5 લાખ રૂપિયા ટેક્સ ફ્રી પણ છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો