બજારમાં ફરી રહી છે નકલી રૂ.500ની નોટ?
કેન્દ્ર સરકારની તરફથી કરવામાં આવેલી નોટબંધી પછી ભારતીય ચલણને લઈને ઘણા પ્રકારની ખબરો સામે આવતી રહે છે.
તમારી પાસે પણ જો 500 રૂપિયાની નોટ છે, તો આ ખબર તમારા માટે મહત્વની છે.
500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તકફથી જાણકારી આપવામાં આવી છે.
બજારમાં 500 રૂપિયાની 2 પ્રકારની નોટ જોવા મળી રહી છે અને બંને નોટોમાં બસ થોડુ જ અંતર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં બંનેમાંથી એક નોટને નકલી બતાવવામાં આવી રહી છે.
આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ટેક કર્યું છે. જે પછી આ અંગે સાચી જાણકારી સામે આવી છે.
વીડિયોમાં ફેક્સ ચેક પછી ખબર પડી છે કે, આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલી રહેલી બંને પ્રકારની નોટો અસલી છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો