માઈક્રોગ્રીન્સની કમાલ, નાનકડા રુમમાં લાખોની કમાણી

કેરળના અજય ગોપીનાથ ઘરમાં જ માઈક્રોગ્રીન્સ ઉગાડી લાખોમાં કમાણી કરે છે. આવો તેમની પાસેથી જાણીએ એક નાનકડા રુમમાં આ કેવી રીતે શક્ય છે.

નાના-નાના સીડલિંગ ટ્રેમાં ઉગતા માઈક્રોગ્રીન્સ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. બેંગલુરુમાં કામ કરતા હતા ત્યારે માઈક્રોગ્રીન્સ અંગે તેમને ફક્ત આટલી જ જાણકારી હતી.

પરંતુ વર્ષ 2017-18માં બેંકની નોકરી છોડીને પૈતૃક ગામમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓ બેંગલુરુ છોડીને કેરળમાં કોચ્ચિ આવીને રહેવા લાગ્યા. 

બસ ત્યારે યુટ્યુબથી શીખીને પહેલીવાર ઘરે જ માઈક્રોગ્રીન્સ ઉગાડ્યા અને લગભગ 2 વર્ષ પછી તેમણે આને પોતાનો બિઝનેસ જ બનાવી દીધો.

તેમણે ચણાના માઈક્રોગ્રીન્સને ટિશ્યુ પેપરના ઉપયોગથી ઉગાડ્યા હતા. જોકે તેમને ખ્યાલ આવ્યો કે ઇન્ટરનેટ પર મળતી જાણકારી પૂરી રીતે સાચી નથી.

જેથી તેમણે UKમાં રહેતા મિત્રનો સંપર્ક કર્યો જેઓ માઈક્રોગ્રીન્સ ઉગાડતા હતા. ત્યાંથી સાચી જાણકારી મળી કે કઈ રીતે બીજનો ઉપયોગ કરવો વધુ લાભકારી છે.

તેમણે બેંગલુરુ, પુણે અને ચંડીગઢથી ઉત્તમ ગુણવત્તાવાળા બીજ મંગાવ્યા. આ બીજની કિંમત લગભગ 600 રુપિયા કિલો આસપાસ હતી.

તેમણે પોતાના ઘરના જ 80 સ્ક્વેર ફૂટ રુમમાં એક સિસ્ટમ બનાવી. શરુઆતમાં પોતાના મિત્રોને જ જુદા જુદા પ્રકારના માઈક્રોગ્રીન્સ ઉગાડીને આપતા હતા.

સારો પ્રતિભાવ મળતા વર્ષ 2020માં પોતાનો બિઝનેસ વધાર્યો.  આજે તેઓ 15 પ્રકારના શાકભાજી અને દાળના માઈક્રોગ્રીન્સ ઉગાડે છે.

માઈક્રોગ્રીન્સ માટે કોકોપીટ એક ઉત્તમ મીડિયમ છે. સાથે તેઓ નાના છિદ્રોવાળી ટ્રેનો ઉપયોગ કરે છે. જેમાં સારી રીતે બીજને ફેલાવ્યા પછી તેને બંધ કરીને ઓછી લાઈટમાં રાખવામાં આવે છે.

જોકે તેને હવા યોગ્ય રીતે મળે તેની કાળજી પણ રાખવી પડે છે. બે દિવસથી પછી બીજ જર્મિનેટ થાય છે અને 7 દિવસમાં માઈક્રોગ્રીન્સ તૈયાર થઈ જાય છે.

તેઓ દરરોજ લગભગ 5 કિલો માઈક્રોગ્રીન્સ હાર્વેસ્ટ કરે છે. જેને 150 રુપિયા પ્રતિ 100 ગ્રામ વેચે છે. આ બિઝનેસથી મહિનાના 3 લાખ રુપિયા કમાઈ રહ્યા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.