રોલ્ય રોયસ આ નામમાં જ એક રાજશાહી અંદાજ છુપાયેલો છે અને હોય પણ કેમ નહિ, ગાડી બનાવવામાં આવી છે રાજા મહારાજાઓ માટે.
વાસ્તવમાં હિન્દુસ્તાનના એક રાજાએ રોલ્સ રોયસ પાસેથી શહેરમાં કચરો ઉઠાવડાવ્યો હતો.
મહારાજા જયસિંહ જ્યારે લંડનમાં સામાન્ય લોકોની જેમ રસ્તાઓ પર ફરી રહ્યા હતા.ત્યારે તેમની નજર રોલ્સ રોયસના શો રૂમ અને તેમાં પડેલી ગાડીઓ પર પડી.
શો રૂમનો સેલ્સમેન તેમને ઓળખી ન શક્યો અને એક સામાન્ય માણસ સમજીએ શોરૂમની બહાર નીકાળી દીધા.
મહારાજાએ અપમાનના કારણે હોટલ પરત આવ્યા અને પોતાના દૂત દ્વારા સંદેશો મોકલાવ્યો કે, મહારાજ શોરૂમ આવવા માંગે છે અને ગાડી ખરીદવા માંગે છે.
સેલ્સેમેને માફી માંગી પણ મહારાજાનો ગુસ્સો ચરમ પર હતો. તેમણે 7 નવી રોલ્સ રોયસનો ઓર્ડર આપ્યો.
ગાડીને અલવરમાં ડિલીવરી કરવા કહ્યું,તેની સાથે જ મહારાજાઓ શર્ત રાખીને તે સેલ્સમેનને ગાડી ડિલીવર કરવા માટે મોકલાવામાં આવે.
સેલ્સમેને ગાડીઓની ડિલીવરી લીધા પછી રાજાએ સફાઈ કામદારોને બોલાવી કારોની ચાવી આપીને કહ્યું, આ ગાડીઓને શહેરની સાફ સફાઈ માટે લગાવી આમાં કચરો ભરવામાં આવે.
આ વાત આગની જેમ પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ. દરેક જગ્યાએ રોલ્સ રોયસની બદનામી થવા લાગી.
ત્યારબાદ રોલ્સ રોયસે મહારાજા જયસિંહને ટેલીગ્રામ મોકલાવીને માફી માંગી. સાથે જ 7 રોલ્ય રોયસ પણ મફતમાં આપી.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.