ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડની બચવાના ઉપાય

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી ઘણી વાર નકલી સામાન આવવાની શક્યતાઓ હોય છે.

ગ્રાહક અસલી-નકલી વચ્ચેના અંતરને લઈને ચિંતામાં રહે છે. 

જાણો કેવી રીતે અસલી અને નકલી સામાનની ઓળખ કરવી.

જો કોઈ ઈ કોમર્સ સાઈટ પર પ્રોડક્ટના નામમાં કોઈ ભૂલ લાગી રહી હોય તો હોઈ શકે કે તે પ્રોડક્ટ નકલી હોય

ઘણીવાર બ્રાન્ડના નામ જેવા જ નામ રાખીને ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

બ્રાંન્ડેડ પ્રોડક્ટ જે નામથી આવે છે, તેમના નામની એક વિશેષ ઓળખાણ હોય છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

ઓનલાઈન સાઈટ પર ઉપલબ્ધ પ્રોડક્ટને લઈને ગ્રાહક રિવ્યૂ પણ ચકાસવા જોઈએ.

જો તમને પ્રતિભાવ સાચા નથી લાગતા તો ખરીદી કરવી જોઈએ નહિ.

જો તમે કોઈ નવી વેબસાઈટ પરથી ખરીદી કરી રહ્યા હોવ તો, થોડીં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

સોથી મહત્વની વાત એ છે કે, જ્યારે પણ તમે સાઈટ પરથી પ્રોડક્ટ મંગાવો છો, તો ડિલીવરી દરમિયાન તેને સંપૂર્ણ રીતે ચેક કરી લો.   

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો