પીએમ જન આરોગ્ય યોજનામાં 5 લાખ સુધી મફતમાં સારવારની સુવિધા
પીએમ મોદીએ 2018માં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ યોજનાને પીએમ જન આરોગ્ય યોજના પણ કહેવાય છે.
યોજના અંતર્ગત નોંધાયેલા પરિવારોને વર્ષે રુ.5 લાખનું વીમા કવર મળે છે.
આ માટે પહેલા તમારે જન આરોગ્ય કાર્ડ બનાવવું પડે છે.
આ યોજના જે રાજ્યોમાં ચાલે છે ત્યાં અન્ય રાજ્યોના કાર્ડ ધારકો પણ લાભ લઈ શકે છે.
દેશભરમાં 13 હજારથી વધુ હોસ્પિટલ યોજના અંતર્ગત નોંધાયેલી છે.
આ તમામ હોસ્પિટલમાંથી ક્યાંય પણ કાર્ડ ધારક પોતાની સારવાર કરાવી શકે છે.
પીએમ જન આરોગ્ય યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો માટે છે.
આ માટે ઉમેદવારની વાર્ષિક આવક 1 લાખ રુપિયા કરતાં વધુ ન હોવી જોઈએ.
આ યોજનામાં નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 14555 પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 14555 પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત નોંધાયેલ હોસ્પિટલમાંથી પણ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.
આયુષ્માન ભારત કાર્ડ માટે તમારે રુ.30ની ચૂકવણી કરવાની રહે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો