ચલણી નોટો પરની આ તસવીરો નોટિસ કરી છે?

ભારતમાં RBI દ્વારા છાપવામાં આવેલી ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરને તો બધાએ નોટિંસ કરી હશે. 

પરંતુ શું તમે જાણો છો કે, નોટ પર તેના સિવાય અન્ય એક તસવીર હોય છે.

ભારતમાં હાલ, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ ચલણમાં છે. 

10 રૂપિયાની નોટ પર કોર્ણાકના સૂર્ય મંદિરની તસવીરને છાપવામાં આવી છે. 

20 રૂપિયાની નોટ પર ઈલોરાની ગુફાઓ છે. 

50 રૂપિયાની નોટ પર તમને હમ્પીનો પત્થર નિર્માણ રથ જોવા મળે છે.

100 રૂપિયાની નોટ પર તમને રાણીની વાવ જોવા મળે છે. 

200ની નોટ પર સાંચી સ્તૂપ જોવા મળે છે. તેને અશોક ધ ગ્રેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

500ની નોટ પર તમને ઐતિહાસિક લાલ કિલ્લો જોવા મળે છે. તેને મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો.

2000ની નોટ પર તમે મંગળાયાનની તસવીર જોઈ શકો છો

ભારતે 2014માં સફળતાપૂર્વક તેને મંગળ ગ્રહ સુધી પહોંચાડ્યુ હતું. ભારતે પહેલા જ પ્રયાસમાં મંગળ ગ્રહનો સફર પૂરો કર્યો હતો. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો