સસ્તામાં વાહન ટ્રોન્સપોર્ટ માટેની રીત

ઘણાં લોકો નોકરી ધંધાર્થે બીજા શહેર રાજ્યમાં જતા હોય છે.

તેવામાં પોતાનું બાઈક કે સ્કૂટર પણ ટ્રાન્સપોર્ટ કરીને લઈ જવું પડે છે.

આ સમયે ટ્રાન્સપોર્ટ કરવા માટે તમારી સામે બે વિકલ્પ હોઈ શકે છે.

એક તો ટ્રાન્સપોર્ટ કંપની મારફત કોઈ વાહનથી મંગાવો

બીજુ ટ્રેનથી મંગાવો, જે પ્રમાણમાં ઘણું સસ્તું પડે છે. 

જોકે ટ્રેનથી વાહન ટ્રાન્સપોર્ટ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

જેમાં એક દિવસ એડવાન્સમાં તમારે બુકિંગ કરાવવું પડશે.

વાહન તમારા નામે નહીં હોય તો પણ તમે ટ્રાન્સપોર્ટ કરાવી શકશો.

બસ વાહનની RC અને વીમાના કાગળ સાથે રાખવા પડશે.

તેમજ તમારું આઇડી કાર્ડ જેમાં આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ પણ જોઈશે.

વાહનનું પેકેજીંગ સારી રીતે કરેલું હોવું જોઈએ, ખાસ હેડલાઈટ

કોઈ ડેમેજ ન થાય માટે વાહનનું પેકિંગ શક્ય તેટલું સારી રીતે કરવું જોઈએ

તમારા વાહનમાં પેટ્રોલ ન હોવું જોઈએ નહીંતર રુ. 1000નો દંડ થશે.

આ ઉપરાંત પેકિંગ કરતાં પહેલા ક્લચ અને બ્રેકને પણ ઢીલ્લી કરી દો.

રેલવેમાં ટ્રાન્સપોર્ટ માટેનો ચાર્જ તેના અંતરના આધારે નક્કી થાય છે.

ટ્રાન્સપોર્ટ ઉપરાંત પોતાની સાથે લગેજ તરીકે પણ લઈ જઈ શકો છો.

જોકે લગેજ સ્વરુપે લઈ જવા વધારે રુપિયા ચૂકવવા પડશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો