કરોડપતિ બનવું કોઈ મુશ્કેલ કામ નથી, બસ તમારે કમાણીની સાથે રોકાણની શરૂઆત કરવી પડશે.

આ માટે તમે SIPનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ લાંબાગાળામાં તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ દ્વારા સરળતાથી કરોડપતિ બનાવી શકે 

જો તમે 40 હજાર રૂપિયા પ્રતિ મહિને કમાઓ છો, તો ઓછામાં ઓછા 30 ટકા બચત કરો. આ રૂપિયાથી તમે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરો.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર સારું રિટર્ન મેળવવા માટે લાંબાગાળાનું રોકાણ નફાકારક સાબિત થાય છે. તેનું કારણ છે કે, આમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.

જો તમે 10 હજારનું માસિક રોકાણ કરો છો, તો 20 વર્ષમાં કરોડપતિ બની જશો. તમે સરળતાથી 1 કરોડ રૂપિયા જમા કરી લેશો.

SIP કેલક્યુલેટર પ્રમાણે, 20 વર્ષમાં જમા કરાયેલી કુલ રકમ 24 લાખ રૂપિયા પર સંભવિત 13 ટકા વળતરની સાથે 1.14 કરોડ રૂપિયા મળશે.

એટલે કે વળતર તરીકે 90.55 લાખ રૂપિયા મળશે. જો કે વળતરનો આંકડો ઘટી શકે છે. કારણ કે તે બજાર પર નિર્ભર કરે છે.

હવે જો દર મહિને જમા રકમને વધારવામાં આવે તો ટૂંકાગાળામાં મોટું ભંડોળ જમા થઈ જશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો