ઓછું વ્યાજ અને વધુ સુવિધા આપતાં ટોપ 5 ક્રેડિટ કાર્ડ
ક્રેડિટ કાર્ડના વ્યાજ દર વધુ હોય છે માટે મિનિમમ પેમેન્ટથી બચવું જોઈએ.
છતાં પણ જો ખર્ચને પહોંચી ન વળતા હોય તો આ ક્રેડિટ કાર્ડ્સ બેસ્ટ રહેશે.
આ કાર્ડ્સ પર બેલેન્સ કેરી ફોરવર્ડ કરવા પર પ્રમાણમાં ઓછું વ્યાજ લાગે છે.
એક્સિસ બેંક બર્ગન્ડી પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડમાં માસિક 1.5% વ્યાજ વસુલવામાં આવે છે.
આ કાર્ડના અન્ય લાભો પણ ખૂબ જ આકર્ષક અને ફાયદાકારક છે.
ઇન્ડસઇન્ડ બેંક ઇન્લિપ્ત ક્રેડિટ કાર્ડ માસિક 1.79% (21.48 ટકા વાર્ષિક ધોરણે) વ્યાજ લે છે.
આ કાર્ડધારકોને અઢી કરોડ સુધીનો મુસાફરી વીમો મળે છે.
HDFC ઇન્ફનિયા ક્રેડિટ કાર્ડ મેટલ એડિશન માસિક 1.99% વ્યાજ લે છે.
કાર્ડધારકોને એક વર્ષ માટે કોમ્પ્લિમેન્ટરી ક્લબ મેરિયોટ સભ્યપદ મળે છે.
HDFC ડિયર્સ ક્લબ બ્લેક ક્રેડિટ કાર્ડ માસિક 1.99% (વાર્ષિક ધોરણે 23.88 ટકા) વ્યાજ લે છે.
કાર્ડધારકોને ક્લબ મેરિયટ, ફોર્બ્સ, ડાઇનઆઉટ પાસપોર્ટ સહિતના લાભ મળે છે.
યસ ફર્સ્ટ એક્સક્લુઝિવ ક્રેડિટ કાર્ડ માસિક 1.99% (વાર્ષિક ધોરણે 23.88 ટકા) વ્યાજ લે છે.
કાર્ડધારકોને અમર્યાદિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જ એક્સેસ મળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો