સસ્તું સોનું ખરીદવાનો મોકો

સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક ઘટાડાની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે

આજે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

એક તરફ સોનાના ભાવ ફરી 49 હજાર નજીક પહોંચી ગયા છે

તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલ્યો છે અને ભાવ 55 હજાર આસપાસ પહોંચી ગયા છે

આજે સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.15 ટકા ઘટીને 49,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યું છે

બે દિવસના ઉછાળા બાદ સોનું ફરી એકવાર ઘટી રહ્યું છે

આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમતથી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે

આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by -Bhavyata Gadkari