આ ફોર્મુલા અપનાવો અને 25 વર્ષ મફત વીજળી મેળવો

શું તમે આવતાં 25 વર્ષ સુધી વીજળીના બિલમાં છૂટકારો મેળવવા માગો છો?

તો તેના માટે તમારે બીજુ કંઈ નહિ પણ અમે જણાવી રહ્યા છે તે ફોર્મ્યુલાને અપનાવવાની જરુરિયાત છે.

જેના દ્વારા તમારા ઘરમાં એસી, ગીઝર કે ફ્રીજ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે બિલકુલ ઝીરો વીજળીનું બિલ મેળવી શકો છો. 

હકીકતમાં કેન્દ્ર સરકાર તરફથી ઘરની છત પર સોલાર પેનલ લગાડવાની યોજના રજૂ કરવામાં આવી છે.

તમે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘરમાં જ વીજળી ઉત્પન્ન કરી શકો છો. 

 સોલાર પેનલ સેટઅપ લગાવવા માટે તમને શરુઆતમાં 1.20 લાખનો ખર્ચ આવી શકે છે. 

રાહતની વાત એ છે કે આ રકમમાં તમને સરકાર તરફથી 40 ટકા જેટલી સબસિડી મળી શકે છે. 

જ્યારે સોલાર પેનલ લાગી જાય છે ત્યારે 25 વર્ષ સુધી તમને વીજળીનું બિલ કંઈજ નથી આવતું. 

 સોલાર પેનલ માટે તમારે સત્તાવાર વેબસાઈટ https://solarrooftop.gov.in/ જવું પડશે

ત્યારબાદ ફોર્મ ભરીને તમારે રકમ ચૂકવવાની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો