બારેમાસ કમાણીનો આ છે ધિકતો ધંધો 

ભારતમાં ટામેટાનો ઉપયોગ ખુબ સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે. 

તેમજ ટમેટાથી બનતી વસ્તુઓની માગ પણ ખુબજ રહે છે. 

 તેનો ઉપયોગ નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી કરવામાં આવી રહ્યો છે. 

તમે ટમેટો સોસ બનાવી તેના બિઝનેસનો પ્લાન કરી રહ્યા હોય તો એક સારી કમાણીની તક મળી શકે એમ છે.

ટમેટો સોસ બનાવવા માટેનો પ્લાન્ટ પણ તમે થોડા જ સમયમાં શરૂ કરી શકો છો.

તમે 2 લાખ રૂપિયાનું ફિક્સ રોકાણ કરીને વાર્ષિક 30 હજાર કિલો સોસનું ઉત્પાદન કરી શકો છો.

બઝારમાંથી તમને રૂ.60,000 ના ભાવનું પલ્પર અને રૂ.20,000 માં સ્ટિરર મળી જશે. 

આ પ્લાન્ટ ચલાવવા માટે તમારે 10 હોર્સ પાવરના વીજળી કનેક્શનની જરૂર રહેશે.

ચોક્કસ રોકાણની સાથો સાથ તમારે મેન પાવરની પણ જરૂરિયાત રહેશે. 

કુલ પાંચ વ્યક્તિઓ પર તમારે મહિને આશરે રૂ.60,000 નો ખર્ચ કરવો પડશે.

જો શરૂઆતના સમયમાં તમારી પાસે પૂરતું નાણું નથી તો તમે બેંક લોન પણ લઇ શકો છો. 

ટમેટો સોસ પ્લાન્ટથી તમે પ્રતિ કિલો 95 રૂપિયાની કમાણી કરી શકો છો. 

વાર્ષિક 30 હજાર કિલો ઉત્પાદનના હિસાબથી જોઈએ તો 28.5 લાખ રૂપિયાની કમાણી શક્ય બનશે. 

કુલ ખર્ચ બાદ કરી દેવામાં આવે તો વાર્ષિક 4 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી શકાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો