આ મોબાઈલ એપ પર મેળવો બેંકિંગ સુવિધાઓ
બેંકિંગ પ્રક્રિયા લોકોને ઘણી જટિલ લાગે છે.
તમારે નાનામાં નાના કામ માટે બેંકમાં જવુ પડે છે.
હાલ ઘણી સુવિધાઓ અને સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે.
ટેકનોલોજીમાં ક્રાંતિની સાથે નવા પ્રકારની બેંકિંગ પદ્ધતિ બહાર આવી છે.
તેને નિયો બેંક કહે છે, જેની કોઈ ફિઝિકલ શાખા હોતી નથી.
નિયો બેંકને ફિનટેક કંપનીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિયો બેંકિંગમાં બધી જ સેવાઓ તમને મોબાઈલ પર ઉપલબ્ધ થઈ જાય છે.
ફિનટેક કંપનીઓ પરંપરાગત બેંકો સાથે મળીને નિયો બેંકિંગ સિસ્ટમ ચલાવી રહી છે.
નિઓ બેંકિંગ ગ્રાહક ફ્રેન્ડલી, ઝડપી અને સસ્તુ છે.
તેનાથી ગ્રાહકનો સમય તેમજ રૂપિયાનો બચાવ થાય છે.
બેંકમાંથી મળનારી બધી જ સુવિધાઓ તમને મોબાઈલ એપ પર મળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો