લખપતિ બનવું આટલું સરળ

મોટાભાગના યુવાનો 22-25 વર્ષની ઉંમરમાં જ કમાવવા લાગે છે. 

જ્યારે કમાણીની શરૂઆત થાય છે ત્યારે મનમાં એક જ સવાલ આવે છે કે, રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ.

માત્ર 5 વર્ષ પહેલા જ રોકાણ શરૂ કરવા પર તમને લગભગ બમણું વળતર મળે છે.

જો સમય મુજબ રોકાણ શરૂ કરી દેવામાં આવે તો, તમને ખબર પણ નહિ પડેને તમે લખપતિ બની જશો.

લાંબા ગાળાના રોકાણ માટે SIP સૌથી શાનદાર રીત છે. 

તમે 25 વર્ષના છો. તો દર મહિને 2500 રૂપિયા જમા કરવા મોટી વાત નથી.

મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક 12 ટકા વળતર મળવું સંભવ છે. 

જો તમે દર મહિને 2500 રૂપિયાની SIP આગામી 25 વર્ષ સુધી લો છો તો ચોખ્ખુ વળતર 47.5 લાખ રૂપિયા હશે.

આ દરમિયાન રોકાણની કુલ રકમ માત્ર 7.5 લાખ રૂપિયા હશે, જેના પર 40 લાખનું વળતર મળશે.

પરંતુ જો તમે 30 વર્ષ સુધી રોકાણ કરો છો, તો ચોખ્ખું વળતર 88.24 લાખ રૂપિયા થશે. 

30 વર્ષ દરમિયાન તમે કુલ 9 લાખ રૂપિયા જમા કરાવશો, જેના પર 79.2 લાખ રૂપિયા વળતર મળશે.

જો તમે 2500 રૂપિયાની SIP કરો, તો 50 વર્ષની ઉંમરે 47 લાખ અને 55 વર્ષની ઉંમરે લગભગ 88 લાખ રૂપિયા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો