લાખોની કમાણી કરવા માટે બેસ્ટ બિઝનેસ

આજના યુગમાં દરેક વ્યકિત બિઝનેસ કરવા તરફ આગળ વઘી રહ્યા છે.

આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેમાં સામાન્ય રોકાણ દ્વારા તમે ઘણો નફો કમાઈ શકો છો.

આ બિઝનેસ દ્વારા એક નહિ પરંતુ 5 ગણો નફો મેળવી શકાય છે. 

આ નફો થશે એલોવેરાની ખેતીથી. 

આ દિવસોમાં એલોવેરાની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 

કોસ્મેટેક પ્રોડક્ટ હોય કે પછી આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાનો ઉપયોગ થાય છે. 

તેની ખેતી માટે રેતીલી જમીન યોગ્ય માનવામાં આવે છે.

એલોવેરાની ખેતી માટે સારી જાણકારી હોવી પણ જરૂરી છે. 

આ છોડામાં વધારે જંતુઓ લાગી જાય છે. જેથી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. 

સારી કમાણી માટે એલોવેરાની બાર્બાડેન્સીસ પ્રજાતિ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. 

 તેના પાંદડાઓ પણ ઘણા મોટાં હોય છે અને તેમાંથી વધારે તેલ નીકળે છે. 

એક વીઘા ખેતરમાં એલોવેરાના 12,000 છોડ લગાવી શકાય છે. 

એલોવેરાના એક છોડથી 4 કિલો પાંદડા નીકળે છે. એક પાનની કિંમત 7થી 8 રૂપિયા સુધી હોઈ શકે છે.

આમ, એક વીઘામાં માત્ર પાંદડાઓ વેચીને જ તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાંતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.