આજકાલ ઘણા એવા ખેડૂતો પરંપરાગત ખેતીને છોડીને નવી રીતે ઘણા પ્રકારના પાકોની ખેતી કરી રહ્યા છે.

ખેતી માટે ઘણા એવા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં પરંપરાગત ખેતીની તુલનામાં ઘણી વધારે કમાણી કરી શકાય છે. 

એલોવેરાનો ઉપયોગ દવા-ઔષધી, ફિટનેસ, હર્બલ પ્રોડક્ટસ અને રૂપ નિખારવા માટે કરવામાં આવે છે.

ઘણી મોટી કંપનીઓ ઊંચી કિંમત પર તેને ખરીદવા માટે તૈયાર છે.

દેશ-વિદેશની ઘણી મોટી કંપનીઓને માંગ પ્રમાણે એલોવેરાની ખેતી નહિ થવાને કારણે સારી ગુણવત્તાવાળું એલોવેરા મળી શકતુ નથી. 

આ જ કારણ છે કે, એલોવેરાની ખેતી હવે નફાનો સોદો બની ગઈ છે. 

એલોવેરાની ખેતીની સૌથી સારી વાત એ છે કે, તેના માટે પાણીની જરૂર બહુ જ ઓછી પડે છે.

તેની ખેતી માટે વરસાદની ઋતુ સારી માનવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો