Heading 1

કાળા ટમેટાની ખેતીથી લાખોની કમાણી

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ખેડૂતો કમાણી વધારવા માટે પરંપરાગત ખેતી છોડીને નિતનવા પ્રયોગ કરી રહ્યા છે. આજે પણ આવા જ એક આઇડિયા અંગે જાણીશું.

આજે આપણે આવી જ એક ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે કાળા ટમેટાની ખેતી વીશે છે. તમે બિલકુલ બરાબર સાંભળ્યું આ ટમેટા જ કાળા હોય છે. 

આ ટમેટાની સૌથી ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કેન્સરના ઈલાજ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત પણ આ કાળા ટમેટા અનેક બીમારીઓમાં લડવા માટે ઉપયોગી છે. યુરોપના માર્કેટમાં સૂપરફૂડ કહેવામાં આવે છે. 

આ પ્રકારની ખેતી માટે ગરમ આબોહવા જોઈએ છે. ભારતના મોટાભાગના વિસ્તાર કાળા ટમેટાની ખેતી માટે યોગ્ય છે. તેના માટે જમીનનું PH 6-7 હોવું જોઈએ.

કાળા ટમેટાની ખેતીમાં વાવણી માટે જાન્યુઆરીનો મહિનો ખૂબ જ સારો છે. તો માર્ચ-એપ્રિલ સુધી તેનું ઉત્પાદન શરું થાય છે. તેમાં લાલ ટમેટાંની ખેતી જેટલો જ ખર્ચ આવે છે.

વાત કરીએ નફાની તો કાળા ટમેટાની ખેતીમાં તમામ ખર્ચને કાઢી નાખીએ તો પ્રતિ હેક્ટર 4-5 લાખનો નફો થાય છે. આ ઉપરાંત તેના પેકેજિંગ અને બ્રાન્ડિંગ દ્વારા નફો વધારી શકાય છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.