શું છે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટોકનાઈઝેશન?

1 ઓક્ટોબરથી ઓનાલઈન પેમેન્ટ્સ માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે.

ટોકનાઇઝેશન સાથે ગ્રાહકોની માહિતી સુરક્ષિત કરવામાં આવશે.

જ્યારે ગ્રાહકો વેપારીની વેબસાઇટ પર કાર્ડની તમામ વિગતો દાખલ કરે છે.

ત્યારે તેમને "RBI માર્ગદર્શિકા મુજબ, તમારું કાર્ડ સુરક્ષિત કરો"નો વિકલ્પ પ્રાપ્ત થશે.

ટોકન જનરેટ કરવા માટે ગ્રાહકે આ વિકલ્પ પસંદ કરવો પડશે.

જે બાદ ગ્રાહકને મોબાઇલ પર OTP અથવા કાર્ડ આપનાર બેન્ક તરફથી ઇમેઇલ પ્રાપ્ત થશે.

બેંક પેજ પર OTP દાખલ કરવામાં આવતાં કાર્ડની વિગતો માટે ટોકન જનરેટ થશે.

જે બાદ આ ટોકન વેપારીને મોકલાશે, જે ટોકન ગ્રાહકના ડેટાની સામે સેવ થશે.

આ સમગ્ર પ્રક્રિયામાં વેપારીને ગ્રાહકના કાર્ડની એક પણ ડિટેઇલ શેર નહીં થાય.

જેથી કાર્ડની સુરક્ષાની જવાબદારી હવે વેપારીઓની નહીં પરંતુ બેંકો અને પ્રોસેસર્સની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો