શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે?

મેડિકલ સાયન્સના સર્વે અને રિસર્ચ મુજબ દુનિયામાં દર આઠ મહિલા પૈકી એક મહિલા બ્રેસ્ટ કેન્સરની શિકાર થતી હોય છે

બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર. મહિલાના સ્તનમાં નાની કે મોટી ગાંઠ થાય તેને કેન્સરની ગાંઠ કહેવાય

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રેસ્ટ કેન્સર અને બ્રાનું કોઈ પ્રકારનું કનેક્શન નથી

મેદસ્વીતા તથા અન્ય હેલ્થ કંડીશનને કારણે આ સમસ્યા થાય છે. બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે, તે વાત તદ્દન ખોટી છે.

આ સિવાય રાત્રે બ્રા પહેરવાથી, અંડરવાયર બ્રા પહેરવાને બ્રેસ્ટ કેન્સર સાથે કોઈ સંબંધ નથી

કાળી બ્રા પહેરવાને બ્રેસ્ટ કેન્સર સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર અને માત્ર એક અફવા છે

ખરાબ ખાણીપીણી, મેદસ્વીતા અને અયોગ્ય લાઈફસ્ટાઈલ તથા આનુવંશિક બાબતોને કારણે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે

આ ઉપરાંત મહિલા ગર્ભવતી ન થાય, બાળકને સ્તનપાન ન કરાવ્યું હોય, ઈસ્ટ્રોજન વધે અથવા તો હોર્મોન્સની દવા વધુ સમય લીધી હોય તો પણ આ પ્રકારના કેન્સર થઇ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો