પ્રાઇવટ વીડિયો કે ફોટો લીક થઇ જાય તો ડિલીટ કઇ રીતે કરવુ?
ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી ચૂક્યો છે
તેની સાથે હેકિંગ અને અંગત જાણકારી ચોરી થવાના અનેક મામલા સામે આવ્યા છે
જો તમારો કોઈ પ્રાઈવેટ વિડીયો કે MMS વાયરલ થયો હોય તો તમે પોલીસ સ્ટેશન જઈને તેની ફરિયાદ કરી શકો છો
ઉપરાંત તમે વેબસાઈટના માલિકનો સંપર્ક કરી શકો છો. મોટોભાગની વેબસાઈટ કોપીરાઈટ પોલિસીને ફોલો કરે છે
તમારે www.whois.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. જ્યાં તમારે વેબસાઈટની URL એન્ટર કરવાની રહેશે
ત્યારબાદ તમે વેબસાઈટના માલિકનો સંપર્ક કરીને વીડિયો ડિલીટ કરી શકો છો
વેબસાઈટ પર વીડિયો નીચે રિપોર્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે
જ્યાં તમે ડિટેઈલ્સ એન્ટર કરીને વીડિયો ડિલીટ કરાવી શકો છો. મોટાભાગના મામલાઓમાં વિડીયો ડિલીટ કરી દેવામાં આવે છે
ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી વીડિયો દૂર કરવા માટે તમારે ગૂગલનો સંપર્ક કરવાનો રહેશે
તે માટે તમારે ગૂગલ સપોર્ટમાં જવાનું રહેશે અને એક રિક્વેસ્ટ કરવાની રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો