હોમ » વીડિયો

પૂર પ્રકોપમાં સંસ્કારી નગરી વડોદરા એક પુસ્તક વહેંચનારને મદદે આવી

ગુજરાતAugust 7, 2019, 12:06 PM IST

જય મિશ્રા, અમદાવાદ : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા બાદ લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. સંસ્કારી નગરીને પૂરના પાણીએ 36 કલાક ધમરોળતા અનેક લોકોનું સર્વસ્વ લુંટાઈ ગયું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં ફુંવારા સામે રોડ પર બાકડો રાખી પુસ્તકો વેચનાર પ્રદિપ અગ્રવાલ પણ આમાના એક છે. વડોદરા શહેરની દિલેરી, શહેરના ફતેગંજ ફુવારા પાસે લારી પર પુસ્તકો વેચતા પ્રદિપ અગ્રવાલને લોકોના ફાળામાંથી 30,000 રૂપિયાની મદદ કરાઈ. એમ.એસ.યુનિવર્સિટીમાં ભણેલા અનેક લોકોએ પ્રદિપના પુસ્તકો ભાડે લઈને વાંચ્યા છે. પુરગ્રસ્તોની સહાય માટે આવેલા રૂપિયા 2,24,816ના ભંડોળમાંથી પ્રદિપ અગ્રવાલને રૂપિયા 30,000નો ચેક આપવામાં આવ્યો.. શરૂઆતમાં પ્રદિપે આ ચેક સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોકે, તેમને સમજાવાતા તેણે આ સહાય સ્વીકારી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર