હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

ભરૂચ: કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, શું છે સ્થિતિ? જાણો

ગુજરાત11:59 AM IST Jan 31, 2017

ભરૂચની દહેજ ઓદ્યોગિક વસાહતમાં આવેલ અને પેટ્રો કેમિકલ પ્રોડકટનું ઉત્પાદન કરતી સ્ટલિંગ ઓક્ઝીલરી કંપનીમાં આજે વહેલી સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન એકાએક આગ ભભૂકી ઉઠી હતી.કંપનીમાં રહેલ કેમિકલ અને ડીઝલના મોટા જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોત જોતામાં કંપનીનો આખે આખો પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો હતો.વિકરાળ આગના પગલે દહેજ,ભરૂચ અંકલેશ્વર અને પાનોલી ફાયર વિભાગના ૨૦થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જો કે કેમિકલના મોટા જથ્હાના કારણે આગ પર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો.વિકરાળ આગના પગલે કંપનીની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.૫ કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

Haresh Suthar

Latest Live TV