હોમ » વીડિયો » રાજકારણ

કુંવરજીના કેસરિયા: બાવળિયા મંત્રી પદના લેશે શપથ, પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની ઓફિસ ફાળવાઈ

ગુજરાતJuly 3, 2018, 3:48 PM IST

આજે કુંવરજી ભાજપમાં જોડાયાનો ભાજપમાં કદાચ આનંદ હશે, તો સામા પક્ષે કોંગ્રેસમાં માતમ ! બે રાજકીય પક્ષોની લડાઈમાં આખરે લોકતંત્ર અને પ્રજામત ની તો ખૉ નીકળી જાય છે; તેનું શું? જે-તે સમયે પ્રજાએ તો કુંવરજી કે અન્ય કોઈ નેતાને એટલા માટે મુખ્યપ્રવાહથી અલગ ચૂંટ્યા હતા કારણકે પ્રજા શાસક પક્ષની નીતિઓ અને નબળી કાર્યવાહીથી નારાજ હતી.જેને સામાન્ય રીતે એન્ટી ઈન્કમબન્સી કહે છે એટલે કે સત્તા વિરુદ્ધનો સૂર એવું કહેવાય છે. પરંતુ ભાજપ આમ સભ્યો તોડી-તોડીને સત્તા વિરુદ્ધનો સૂર એટલો મજબૂત ન બનાવી દે કે આ ચાલ તેને જ ભારે પડી જાય! અંગત સ્વાર્થ, ગમા-અણગમા, અણબનાવો કે પછી પદની લાલચ માટે કુંવરજીભાઇ સહિતના ઘણા લોકોએ પ્રજામત અને તેમના વિશ્વાસનો દ્રોહ કર્યો છે, જે લોકતંત્ર માટે અત્યંત દુઃખદ બાબત છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર