હોમ » વીડિયો

Video: 'એ મહિલા ડોક્ટરે મને ક્યાંયનો નથી રાખ્યો, જીવ તો મને પણ વહાલો હતો'

ઉત્તર ગુજરાતAugust 4, 2018, 4:16 PM IST

પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિ નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર તે જેના પ્રેમમાં હતો તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રિનશોટ મૂક્યા હતા. આ ઉપરાંત તેણે ફેસબુક પર એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારાહીની એક મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં દિનેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કાંડમાં અન્ય બે લોકો પણ સામેલ હોવાની વાત લખવામાં આવી છે. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બંને લોકો તેને અવાર નવાર જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading