હોમ » વીડિયો » ઉત્તર ગુજરાત

Video: વિસનગર: હાર્દિક, લાલજી પટેલને બે-બે વર્ષની સજા, 50-50 હજારનો દંડ

ઉત્તર ગુજરાતJuly 25, 2018, 1:09 PM IST

23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે આજે વિસનગર કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો.

News18 Gujarati

Latest Live TV