હોમ » વીડિયો

VIDEO: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ, NGO સંચાલિકાની ધરપકડ

ક્રાઇમJune 28, 2018, 6:00 PM IST

વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાની પોલીસે આજે સંયુક્ત રીતે નવસારીમાં એક ઘર પર દરોડા કર્યા હતા. પોલીસે એક એનજીઓની સંચાલિકાની ધરપકડ કરી છે તેમજ કૌભાંડ સાથે જોડાયેલા અસંખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અનુસંધાને પોલીસે નવસારીના તીઘરા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝીયામાં એનજીઓના મુખ્ય સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે એનજીઓની સંચાલિકા ભાવેશ્રી દાવડા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસને તેમના ઘરેથી પોલીસને અનેક મહત્વના દસ્તાવે જ તેમજ એટીએમ કાર્ડ્સ અને ચેકબુકો મળી આવી હતી.

News18 Gujarati

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading